Thursday, July 25, 2019

સ્પોકન ઇંગ્લિશ વાયા ગુજરાતી


 સ્પોકન ઇંગ્લિશ વાયા ગુજરાતી 
spoken english via gujarati book

 સ્પોકન ઇંગ્લિશ વાયા ગુજરાતી

સ્પો કન ઇંગ્લિશ ની દુનિયામાં આટલી બધી ચોપડીઓ છે તો પછી આ એક ચોપડી શા માટે?
આ એના માટે છે કારણ કે આ બધી જ ચોપડીઓને આપને અભ્યાસ કર્યો અને આપણે જાણ્યું કે આ બધીજ ધીમી ઝડપી અથવા ‘રેપિડલી’ શીખવવાનું વચન આપનારી ચોપડી કદાચ અંગ્રેજી બોલતા શીખવાડતી પણ હશે

પરંતુ આ ચોપડીઓથી જિંદગી માટે આપનાંરિ
માહિતી બહુ જ નકારાત્મક છે ધારો કે તે લેખક જીંદગીથી પરેશાન થઈ ગયો છે, આથી વાંચનારને મજા નથી આવતી બીજુ કારણ એ છે કે આ ચોપડીઓમાં મનોરંજન નથી. ગણિત, ભૂગોળ જેવી આ પણ એક બેજાન ચોપડી જ રહે છે.

ત્રીજું કારણ એ છે કે ભાષા શીખવા માટે લોકો ગ્રામર શીખવાડવાના પ્રયત્ન કરે છે, એ એમની મોટી ભૂલ છે.
આપણે જ્યારે નાના હતા ત્યારે યાદ કરો કે આપણી માતૃભાષા કેવી રીતે શીખ્યા? શું આપણને આપણી મમ્મીએ પહેલા વ્યાકરણ શીખવાડેલું?
          સહેજ પણ નહિ પહેલા આપણે શબ્દ અને વસ્તુ એનો સંબંધ ઓળખ્યો. દાખલા તરીકે સૌથી પહેલા આપણે “બા” “મમ્મી” અથવા “મા” બોલતા શીખ્યા ત્યારબાદ “આ-કારાંત” શબ્દ શીખ્યા. “મામા” “દાદા” “બાબા” શીખ્યા પછી આપણે “પાણી” “રોટલી” “શાક” બોલતા શીખ્યા કદાચ ત્યારે આપણી પોતાની અલગ ડિક્શનરી (શબ્દ્સંગ્રહ) હતી.

આપણે રોટલી ને રોટલી નહિ “તા તા તા” અથવા “ના ના ના” અથવા આવું જ કઈ પણ કહેતા હતા તો આપણી મમ્મી શું આપણને વ્યાકરણ શીખવાડતી હતી?
ના!  ત્યારે આપણને પ્રશિક્ષણ મળ્યું. ઘર, આજુબાજુ, પાડોશ વિશે જાણવા, બોલવા અને ત્યારબાદ આપણે સ્કૂલે ગયા અને ધીરે ધીરે બાજાર  ગયા...  પછી વ્યવહાર... અને વ્યાકરણ...  હવે અંગ્રેજી શીખવાડવાવાળા લોકો આને તદ્દન જ ઊંઘુ કરી દે છે. તેઓ સૌથી પહેલા વ્યાકરણ શીખવાડે છે અને પછી તરત જ વ્યવહારની વાતો શિખવાડે છે.

કોઈપણ ભાષાની સાધારણ આપણે કેટલી લાઇન દરરોજ આપણે ઉપયોગમાં લઈએ છીએ?
           તમે આ જાણીને હેરાન થશો કે આપણે વધારેમાં વધારે ત્રીસ થી ચાલીસ વાક્યજ્ અલગ-અલગ પ્રકાર થી દરરોજ બોલીએ છીએ. આ વાક્યો માં ઉપયોગ માં લેવાવાળા ઓછામાં ઓછા શબ્દ કેટલા છે?
વધારેમાં વધારે દોઢસો-બસો.. બસ!
આપણે ચાલીસ વાક્યો ને યાદ રાખીએ તો આપણે અંગ્રેજી  ભાષા શીખી શકીએ છે.
અંગ્રેજી શીખતી વખતે શરૂઆતમાં ગ્રામર શીખવાનો પ્રયત્ન ના કરો !

     તમે માતૃ ભાષાનુ વ્યાકરણ કોઈ વાર વાંચ્ચું છે? કદાચ પાંચમા છઠ્ઠા ધોરણમાં... ત્યારે તમારી ઉંમર શું હતી ? લગભગ દસ-અગિયાર વરસ.  અમને તમે ભાષા શીખવાનું શરૂ કર્યું હતું લગભગ બે વરસની ઉમરથી.

તો સાધારણત: આઠ-નવ વર્ષ બોલતા રહ્યા, લખતા રહ્યા, વાંચતા રહ્યા પછી વ્યાકરણનો અભ્યાસ કર્યો.

તમે માની લો કે મમ્મીએ બે વર્ષની ઉમરમાં જ વ્યાકરણ શીખવાડવાનું શરૂ કરી દીધું હોત તો શું થયું હોત?
તમે ડર અને બીક થી અત્યાર સુધી બોલી જ ના શક્યા હોત.
આપણે અંગ્રેજી શીખવા માટે પણ તે નેચરલ સૂત્ર આપનાવિશું   

અને સામાન્ય રીતે અંગ્રેજી બોલતા શીખીશું. આપણે શરૂઆતથી જ ગ્રામર શીખીશું નહીં. પરંતુ ઘરની વાતો શીખી ઘરમાં પણ આપણે ત્રણ ચાર વાક્ય જ બોલીએ છીએ.
 એક પુજવા વાળો સવાલ ઘણી વાર સામે આવી
જાય છે તે છે કે “મારો મોબાઇલ ક્યાં છે?” પછી
આપણે તે મોબાઇલ ની જગ્યાએ પેન,રુમાલ, ઘડિયાળ,પૈસા, પાકિટ, ચમ્પલ, ચાવી કઈં પણ વસ્તુ પૂછીએ છીએ.

વસ્તુઓના નામ અથવા સંબોધન ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી, અંગ્રેજી કોઈપણ ભાષામાં એ જ રહેશે.

અને આપણા વાક્ય શું બનશે? આનેજ્ આપણે અંગ્રેજીમાં વિસ્તૃત કરીએ તો કેવી રીતે પૂછીશું.
 “વેઅર ઈજ્ માય મોબાઈલ?”  

હવે શરૂઆતનુ વાક્ય એવું જ રહ્યું પછી આપણે બિજી વસ્તુઓ પુછીએ
વેઅર ઈજ માય પેન,   
વેઅર ઈજ માય વોચ્,
વેઅર ઈજ માય પર્સ્,
વગેરે. હવે આ બોલતા બોલતા આપણે એવું પુછ્યું, “વેઅર ઈજ માય શૂઝ” , તો મમ્મી તમને શૂઝ ક્યાં છે, તે નહી બતાવશે? જરુર બતાવશે. હવે સનાતન વ્યાકરણ ના હિસાબથી તમારે પુઉછવું જોઈએ, “વેઅર આર માય શૂઝ?”

પણ તમને મેં એક મઝાની વસ્તુ બતાવું છું કે આપણે ભારતિય લોકો શુદ્ધ અંગ્રેજી બોલતાજ નથીં. આપણે હંમેશા ભષાંતરીક અંગ્રેજીજ બોલિએ છીએ.
 પરંતુ આપણું કામ ચાલી જાય છે
દાખલા તરીકે, આપણે ઘરે પધારેલો મહેમાનોથી પૂછીએ કે ‘શું તમે ચા પીશો’? તો આજ આપણે અંગ્રેજીમાં પૂછીશું ‘ડુ યુ ડ્રિંક ટી?’ આ વ્યાકરણના હિસાબથી ખોટું છે, અહીંયા હોવું જોઈએ, ‘વુડ યુ લાઈક ટૂ દેવ સમ ટી?’                                     
 
 હવે બિજું મઝા આવે એવું વાક્ય કહું છું, “વરસાદ પડી રહ્યો છે” આને આપણે વ્યાવહારિક રૂપમાં કેવી રીતે બોલીશું? ‘રેઇન ઇઝ ફોલિંગ’  આ વ્યાકરણના હિસાબથી હોવું જોઈએ, “ઈટ્સ રેઈનિંગ”

પરંતુ માનિલો વ્યાકરણના હિસાબથી તમે સાચું નહિ બોલ્યા પછી પણ, વરસાદ તેનું વરસવાનું કામ શું છોડી દેશે? અથવા સામેવાળાને સમજણમાં નહીં આવ્યું?
અહીં વાતચીત –સંવાદ- થયો.. તો સંવાદ્ કરવું ખૂબ જ અગત્યનું છે. ડરો નહીં. વ્યાકરણના મહારથી તમને ડરાવશે તેઓ તમને અંગ્રેજી વિષય પ્રત્યે તમારા મનમાં ભય પ્રસ્થાપિત કરશે. ( આ ચોપડી માં ઇંગ્લિશ ગુજરાતી માં છે. રોમન લિપી માં શાં માટે નથી?.. વગૈરે...) 

મોટા મોટા ઓફિસર લોકોને મેં જોઊ છું તો તેઓ અંગ્રેજી લખતા વાંચતા સમજે છે પણ તેઓ બોલી નથી શકતા. બોલતી વખતે તેમના મનમાં કંઇક અલગ પ્રકારનો ડર ઉદ્ભવ થઇ જાય છે .   
ભૂલ થવાનો ડર! લોકો હસશે તેનો ડર!
આ ડર ક્યાંથી આપણા મનમાં આવ્યુ? ત્યારે, જ્યારે આપણે પાંચમા કે સાતમા ધોરણના વિદ્યાર્થી હતા ત્યારે આપણને ભાષાનું વ્યાકરણ પણ શીખવાડતા અને જે ભાષાને આપણે જાણવાનો પ્રયત્ન કરતા હતા તે અંગ્રેજી વિષયના વ્યાકરણ પણ શીખવાડતા હતા.

 તેવી જ રીતે અલગ ખુણેથી જોઈએ તો ભાષાનો કોઈ નિયમ કોઈ વ્યાકરણ નથી હોતું. વ્યાકરણ એવા લોકોનું વિચારવું છે.
કુદરતી રીતે જેવી ભાષા છે તે ગ્રામીણ વિભાગમાં છે તો શું તે લોકો વ્યાકરણથી પરિપૂર્ણ ભાષા બોલે છે? બિલકુલ નહીં તેમની ભાષામાં માટીની ખુશ્બુ છે ક્યાંક ક્યાંક તો ગાળો પણ છે. તો શું ત્યાં જઈને આપણે તેમની ભૂલો રહી શું?
 
બિલકુલ નહીં. હવે માની લો, બોલતી વખતે તમારાથી બોલાઈ ગયું ‘વેઅર ઇઝ માય ચોપડી?’ અથવા ‘વેઅર ઇઝ માય ચષ્મા?’ તો શું આ ખોટું અંગ્રેજી છે બિલકુલ નહીં !

જ્યારે ગુજરાતીમાં તમેં સાઠ ટકા શબ્દ અંગ્રેજીના ઉમેરી દીધા છે તો હવે અંગ્રેજી બોલતી વખતે ગુજરાતી શબ્દ આવે તો શું કોઈ મોટું પાપ થયું? બિલકુલ નહીં.
પરંતુ ઓછો આત્મવિશ્વાસ વાળા લોકો આવી અંગ્રેજી ભાષા બોલતા પોતાના પર જ શરમાય છે અને પછી ફરી પાછા કોઈ દિવસ પ્રયત્ન કરશે નહીં. હવે તાંત્રિકે દૃષ્ટિએ અંગ્રેજી શીખવું આપણા માટે થઈ અનિવાર્ય થઈ ગયું છે.

કારણ કે હવે આખી દુનિયા આખું વિશ્વ નાનું થઈ ગયું છે. આ ઘટના ઝડપથી થઈ રહી છે. આખી દુનિયામાં એક અજબ વાત થઈ રહી છે કે આખો માંનવ્ સમુદાય એક જ ભાષામાં વાત કરવા લાગ્યો છે
આ એક અદ્ભુત ચમત્કાર છે!
 આખા વિશ્વના કાગડા કાવ કાવ જ કરસે. આખા વિશ્વના કૂતરા હાઊ હાઊ જ કરશે અને એકબીજા સાથે વાર્તાલાપ કરશે.

 પરંતુ માનવ સમુદાયમાં આવું ન હતું પોત પોતાની ભૌગોલિક પરિસ્થિતિને અનુકૂળ આપણે અલગ અલગ ભાષાઓ નું નિર્માણ કર્યું. પછી એકબીજા પર આક્રમણ કરવા ભાષાનું વર્ચસ્વનું પણ સહારો લેવો પડ્યો.’ હું સારો તુ ખરાબ’ આ ભેદભાવ ભાષાને પણ લાગુ પડ્યો અને એકબીજા પ્રત્યે વિરોધ વધી ગયો.

                  પરંતુ આખા વિશ્વની ભાષાઓ પર જો આપણે નજર લગાવીએ તો તમને જાણીને નવાઈ લાગશે કે આખી દુનિયામાંથી લગભગ ચાર હજાર પાંચસો થી વધારે ભાષાઓ લુપ્ત થઈ ગઈ છે. જેવા કે માગધી, અર્ધમાગધી, પાલી, થોડી સંસ્કૃત પણ.... વગેરે
 
ભારત દેશમાં પ્રમુખ ભાષાઓ માનવામાં આવે છે તે પણ બધી જ ભાષાઓ હવે એક અલગ ભાષામાં રૂપાંતર પામી રહી

છે તે છે અંગ્રેજી. અહીં આપણે એક ફેરફાર જરૂર જોઈશું કે શહેરોમાં આ  ૪ ભાષા લખવા માટે કામ આવે તેવી પેઢી એ ઓછું કરી દીધું છે.

      હવે આપણી પારંપારિક ભાષા લખવા વાળી આપણી આ છેલ્લી પેઢી હશે.  આવવા વાળી ત્રણ પેઢી  આપણી અલગ ભાષાઓ લેખન માધ્યમથી લુપ્ત થઇ જશે.
અહી આપણે આશ્ચર્ય પામવાની જરૂરત નથી. અમારી આજથી બસો વર્ષ જૂની ગુજરાતી ભાષા આજથી પચાસ્ વર્ષ જૂની ગુજરાતી ભાષા અને આજની ગુજરાતી ભાષા આ બધામાં પણ ખુબજ મોટો મોટો ફેરફાર થયો છે.
 
પોલિટિકલ લોકો આને પશ્ચિમી આક્રમણ ક્હે છે પરંતુ સમાજશાસ્ત્રી એને માનવ સમાજની ઉત્થાન પ્રક્રિયા માને છે.

 શું આપણે બધા અત્યારે શર્ટ પેઁટ નથી પહેરતા? બિલકુલ આદિવાસી લોકો પણ શર્ટ પેન્ટ પહેરે છે. ક્યા ગઈ આપણી ધોતી કુર્તા? આ આક્રમણ નથી પણ આ સમ્પુર્ણ માનવ સમુદાયમાં આવેલું પરિવર્તન છે.

આનાથી એક વસ્તુ સારી થઈ જાય છે કે પહેરવેશથી
 આપણે પ્રાંતવાદની ખોટી સંકલ્પનાને હૈયાથી લગાવીને બેઠા હતા તે ખોખલા વિચાર ભૂલાવીને આ પહેરવેશથી તો ઓછામાં ઓછો ભેદભાવ થશે નહીં તે નક્કી છે.

શું આપણે દરરોજ જાય અથવા કોફી નથી પીતા? આખા વિશ્વના લોકો સવારે ઊઠીને ચા અથવા કોફી લે છે. શું આપણે બટાટાના વ્યંજન નથી ખાતા?  આખા વિશ્વના લોકો બટાટાના વ્યંજન ખાય છે. બટાટાતો  પશ્ચિમી દેશોની ઉપજ છે.

 શું આપણે આજે મનોરંજન માટે પુસ્તકોનો ઉપયોગ ઓછો કર્યો છે?

પરિવર્તન લાવવૂ અને તેનો સ્વીકાર કરવો તે જ
 કુદરતી માનવ ની પ્રવૃત્તિ છે.
 આજ સામાજિક વિશ્લેષણ અહીં આપવાનું વિશેષ કારણ એ છે કે જો અંગ્રેજી ભાષા શિખવાનો વિરોધ આપણા પરિવારમાં છે અથવા આપણા મિત્રોંમા છે; તો લાખ પુસ્તકો વાંચવા છતાં પણ તમે અંગ્રેજી ભાષા નહિ બોલી શકશો.
કારણ કે કોઈ પણ ભાષા આ વાર્તા સંવાદ નુ સાધન છે.
   
જે પરિવારમાં આપણે રહીએ છે જે ફ્રેણ્ડસ સાથે આપણે રહીએ છે તેઓએ જો તમારા અંગ્રેજી બોલવાના પ્રયત્નોની કાળજી નહિ રાખી, તમારી સાથે તેઓ પણ પ્રેક્ટિસ ન્હીં કરી તો તમને ભાષા
 ઉપર પ્રભુત્વ કદાચ જ પ્રાપ્ત થશે.

અંગ્રેજી શીખવુ એક સામુહિક પ્રયત્ન છે.
 જો તમારા મિત્રો, તમારું પરિવાર્ તમારી મજાક ઉડાવશે તો તમે અંગ્રેજી ક્યારેક નહીં બોલી શકો.

 અને આપણા મિત્ર અંગ્રેજી બોલવાનો પ્રયાસ કરે છે તો આપણે તેનો આત્મવિશ્વાસ વધારવો જોઈએ.

તમે એ જ ભાષા બોલો છો જે તમે સાંભળો છો વાંચો છો. જો આપણે અંગ્રેજી શીખવી હોય તો તે જ ભાષાને વારંવાર
  
સાંભળવી પણ જરૂરી છે. અંગ્રેજી સમાચાર જોવા આ તેના માટે સારો અભ્યાસ છે, અંગ્રેજી બોલવાની સી.ડી. સાંભળવી પણ સારું છે.
 હવે આપણે શબ્દ સંગ્રહ વધારવા વાચવુ જોઈએ. જે પણ આપણને મનોરંજક લાગે તે વાંચવું જોઈએ.

જો તમને ન્યૂઝપેપર સારું લાગે તો ન્યુઝ પેપર વાંચો. જો તમને કોમિક બુકમાં મજા આવે છે તો કોમિક્સ વાંચો. કારણકે અંગ્રેજી વાક્ય બનાવતા આપણને આવડવું જોઈએ.
અનેક લોકો એવું માનતા હશે તેમને બધી જ સમજ પડે પરંતુ બોલતા નથી આવડતું.

આ એના માટે થાય છે કારણ કે આપણે કોઈ પણ
વાર બોલવાનો પ્રયત્ન જ નથી કરતા પછી ભલેને સાચું કે ખોટું     

બોલતા રહો બોલતા રહો ... સફળતા માટે ત્રણ વસ્તુ મહત્વપૂર્ણ છે

પહેલી છે પ્રેક્ટિસ બીજી છે પ્રેક્ટિસ ત્રીજી છે પ્રેક્ટીસ પ્રેક્ટીસ મેક્સ ધ મેન પરફેક્ટ!_ _ _ _

No comments:

Post a Comment

1

Subscribe Us

Recent-post

Labels

Blog Archive

Facebook